Ad Code

વિશ્વ અવકાશ સપ્તાહ(World Space Week)

વિશ્વ અવકાશ સપ્તાહ(World Space Week)
વિશ્વ અવકાશ સપ્તાહ(World Space Week)

→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 4 થી 10 ઓક્ટોબર સુધી વિશ્વ અવકાશ સપ્તાહ(World Space Week)ની ઉજવણી કરવામાં આવે છે.

→ Theme -2024 • Space & Climate Change.

→ લોકોને અવકાશીય પ્રવૃત્તિઓથી માહિતગાર કરવાનો, શિક્ષણમાં અવકાશ અંગેનું મહત્વ સમજાવવાનો અને વિધાર્થીઓની વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં રૂચિ વધે તે માટેનો છે.

→ સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)ની સામાન્ય સભા દ્વારા 6 ડિસેમ્બર, 1999ના રોજ 4 ઓક્ટોબર થી 10 ઓક્ટોબરને વિશ્વ અવકાશ સપ્તાહ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

→ 4 ઓક્ટોબર, 1957ના રોજ રશિયા દ્વારા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક-1 અવકાશમાં મૂક્વામાં આવ્યો હતો અને 10 ઓક્ટોબર, 1967ના રોજ અવકાશમાં પ્રવેશ તથા અન્ય આંતરિક અને બાહ્ય પ્રવૃત્તિઓ કરવા માટે સંધિ કરવામાં આવી હતી. આ બંને મહત્વપૂર્ણ ઘટનાનાં ભાગરૂપે 4 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર ના રોજ આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

→ વિશ્વ અવકાશ સપ્તાહ દુનિયાનો સૌથી મોટો વાર્ષિક અવકાશ કાર્યક્રમ છે. આ સપ્તાહ દરમિયાન અવકાશ એજન્સીઓ, એરોસ્પેસ કંપનીઓ, શાળાઓ અને ખગોળવિજ્ઞાન ક્લબો દ્વારા અવકાશ શિક્ષણને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે.

→ વર્ષ 2019માં ISRO દ્વારા ડો. વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી અને ISRO દ્વારા લોન્ચ કરાયેલ ચંદ્રયાન-2 અને 3ના લેન્ડરનું નામ વિક્રમ આપવામાં આવ્યું હતું.

→ 23 ઓગસ્ટ 2023 ના રોજ લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાન-3ની સિદ્ધિના માનમાં 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.


વિવિધ દેશોની અવકાશ એજન્સીઓ

→ INDIA → ISRO (Indian Space Research Organisation)

→ US → NASA (National Aeronautics and Space Administration)

→ Japan → JAXA (Japan Aerospace Exploration Agency)

→ Russia → Roscosmos

→ China → CNSA (China National Space Administration)

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments