→ દર વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ (World Pharmacists Day) ઊજવવામાં આવે છે. જે સમગ્ર વિશ્વના ફાર્માસિસ્ટને સમર્પિત છે.
→ આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશન(FIP)દ્વારા વર્ષ 2009થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ્સ ફેડરેશન (FIP) દ્વારા પ્રથમ વખત વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી ઇસ્તંબુલ, તુર્કીમાં કરવામાં આવી હતી.
→ ફાર્માસિસ્ટની વિવિધ પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાનો, તેમના યોગદાન બદલ તેમને સન્માનિત કરવાનો અને સ્વાસ્થ્ય સેવાઓને અસરકારક બનાવવાનો છે.
→ FIPની સ્થાપના 25 સપ્ટેમ્બર, 1912ના રોજ થઇ હોવાથી તેના ટર્કિશ સભ્યો દ્વારા આ દિવસની ઉજવણી માટે 25 સપ્ટેમ્બરની પસંદગી કરાઈ હતી.
→ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દવાઓની શોધ, સંશોધન અને ઉત્પાદનમાં ફાર્માસિસ્ટના યોગદાનને લોકો સુધી સુલભ બનાવવા અને તેમના કાર્ય અને તબીબી ક્ષેત્રે તેમના યોગદાનની પ્રશંસા કરવાનો હતો.
→ માનવ આરોગ્યમાં ફાર્માસિસ્ટની મહત્વની ભૂમિકા રહેલી છે. તેમના દ્વારા લોકોને શ્રેષ્ઠ દવાનો લાભ મળે છે. તેઓ આપણાં સ્વાસ્થ્ય માટે સતત કાર્યરત રહીને તેમના અનુભવ, જ્ઞાન અને દાળવાનો ઉપયોગ તબીબી વિશ્વમાં દરેક માટે સારું આરોગ્ય પ્રદાન કરવા માટે કરે છે.
→ ફાર્માસિસ્ટને સરળ ભાષામાં કેમિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
0 Comments