→ રાજયના રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક વિભાગ અને સાંસ્ક્રુતિક વિભાગ અને સાંસ્ક્રુતિક ઉદેપુરના સહયોગથી ગાંધીનગરના સંસ્કૃતિકુંજમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
→ સાબરમતી નદીના પટની કોતરોમાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે, કુદરતના ખોળે સંસ્કૃતિક કુંજ અસ્તિત્વમાં આવ્યું. જ્યાં આ વસંત ઉત્સવ દર વર્ષે ઉજવાય છે.
→ આ મહોત્સવનું આયોજન દર વર્ષે ફેબ્રુઆરી માસમાં 10 દિવસ માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
→ આ ઉત્સવમાં વિવિધ રાજયના કલાકારો તેમના રાજ્યની પરંપરાગત સંસ્કૃતિનું પ્રદર્શન રજૂ કરે છે.
→ ગુજરાતમાં સૌપ્રથમવાર વસંતોત્સવનું આયોજન ઈ.સ.1985માં કરવામાં આવ્યું હતું.
→ આ વસંતોત્સવમાં દેશના જુદાં જુદાં રાજ્યોમાંથી ખ્યાતનામ કલાવૃંદોને નિમંત્રણ આપવામાં આવે છે.
→ આ ઉપરાંત વિવિધ રાજ્યના કલાકારો દ્વારા તેમના પરંપરાગત લોકનૃત્યો રજૂ કરવામાં આવે છે.
→ આ વસંતોત્સવમાં ગુજરાતના કલાકારોએ પણ પોતાના લોકનૃત્યો રજૂ કર્યા હતા.
→ ઉપરાંત તુરી બારોટ સમાજના કલાકારોએ લુપ્ત થતી કલાને જીવંત રાખવાના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આદિજાતિ મહોત્સવનું આયોજન કર્યું હતું.
→ આ વસંતોત્સવમાં પ્રથમવાર એડવેન્ચર સ્પોર્ટસનું આયોજન વર્ષ 2019માં કરાયું હતું.
→ કચ્છી ઘોડી, મેવડો લોકનૃત્ય, ભવાઈ, વેરાડી, ઝૂલણા, સળગતો ગરબો, હાથીનો વેશ, રાવણ હથ્યો, ઢોલ, મહિષાસુરનો વધ અને સનેડો વગેરે ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરે છે.
→ ‘વસંતોત્સવ’ને સંસ્કૃતિ મેળા તરીકે પણ લોકો ઓળખે છે.
0 Comments