→ કાંસાની બે ગોળાકાર થાળીઓ જેવું વાદ્ય ઝાંઝ નામે ઓળખવામાં આવે છે.
→ દસથી બાર કે સોળ ઈંચના વ્યાસવાળી ઝાંઝની વચમાં દબાવેલો ઊંડો ભાગ હોય છે.
→ ઝાંઝ દ્વારા બહુ વધારે થતો અવાજ ઉત્પત્ત હોવાથી ગાયકના ગીત સાથે ઉપયોગ લેવાતો નથી.
→ ઝાંઝનું સ્વતંત્ર વહન અશકય હોવાથી અન્ય વાદ્ય સાથે સંગત કરવા વગાડવામાં આવે છે.
→ મોટા કદના અને કાંસાના બનાવેલા મંજીરાને ઝાંઝ કે કાસીજોડાં પણ કહે છે. ઝાંઝ, કાંસીજોડાં, કાંસિયાં, ઝાંઝરી, કરતાળ, કરતાલ, છલ્લૈયાં, વગેરે તેના અન્ય નામો છે.
→ હિંદી અને બંગાળી ભાષામાં સાદા મંજીરાને કરતાલ કહે છે.
0 Comments