→ પ્રાગ મહેલ એ ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૯મી સદીમાં બંધાયેલો એક મહેલ છે.
→ ગુજરાતનો સૌથી જૂનો આ મહેલ ભુજ ખાતે આવેલો છે.
→ જેને બાંધવાની શરૂઆત રાવ પ્રાગમલજી ત્રીજાએ ઈ.સ. 1865માં કરાવી હતી જેનું બાંધકામ ૧૮૭૯માં ખેંગારજી ત્રીજાના સમયમાં પૂર્ણ થયું હતું.
→ આ મહેલની સંરચના કર્નલ હેનરી સેટ વિલ્કિન્સ દ્વારા ઈટાલીયન ગોથિક શૈલીમાં કરવામાં આવી હતી.
→ મહેલના બાંધકમનો ખર્ચ તે સમયે ૩૧ લાખ રુપિયા આવ્યો,
→ મહેલમાં કોરીન્થિયન થાંભલા, યુરોપિયન વનસ્પતિ અને પશુઓનું નકશીવાળુ કોતરકામ ધ્યાનાકર્ષક છે.
→ મહેલના 45 ફૂટ ઊંચા ટાવર પરથી આખું ભૂજ જોઈ શકાય છે.
→ તેનું બાંધકામ ૧૮૭૯માં ખેંગારજી (ત્રીજા)ના રાજમાં પૂર્ણ થયું.
મહેલની વિશેષતાઓ
→ મુખ્ય ખંડ, જેની દિવાલ પર પશુઓના મસાલા ભરેલા માથા લટકાવ્યા છે
→ દરબાર ખંડ, જેમાં તૂટેલાં ઝુમ્મર અને પ્રતિમઓ છે.
→ કોરીન્થીયન થાંભલા
→ યુરોપીયન વનસ્પતિઓ અને પ્રાણીઓના કોતરકામ વાળું જાળી કામ
→ મહેલના પ્રાંગણમાં પાછળના ભાગે આવેલું નાનકડું મંદિર જેમાં સુંદર નક્શીકામ કરેલા પત્થરો જડેલા છે.
→ હમ દિલ દે ચૂકે સનમ અને લગાન જેવી બોલીવુડની પ્રખ્યાત ફીલ્મો અને ઘણી ગુજરાતી ફીલ્મોનું શુટીંગ અહીં થયું છે.
→ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ધરતીકંપમાં આ મહેલને ઘણું નુકશાન થયું હતું. ૨૦૦૬માં આ મહેલને લૂંટવામાં આવ્યો હતો, ચોરો પ્રાચીન કલાકૃતિઓને લઈ ગયા અને ઘણી તોડ ફોડ કરી ગયાં. આજે, આ મહેલ ભૂતિયા ખંડેર જેવી સ્થિતીમાં છે. આ મહેલમાં પ્રવાસીઓ મુખ્ય ખંડમાં પ્રવેશીને ટાવરના પગથિયા ચઢીને ઉપર જઈ શકે છે. આ ટાવર પરથી આખું શહેર દેખાય છે.
0 Comments