Ad Code

Association of South East Asian Nations (ASEAN)


Association of South East Asian Nations (ASEAN)

→ 1961માં ત્રણ દેશો – મલેશિયા, ફિલિપાઇન્સ અને થાઇલૅન્ડ દ્વારા ઍસોસિયેશન ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયા (ASA) નામનું જે સંગઠન ઊભું કર્યું હતું.

→ સ્થાપના : 8 ઓગષ્ટ, 1967

→ સભ્ય દેશ : બ્રુનાઈ, કમ્બોડિયા, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, થાઈલેંડ, વિયેતનામ, ફિલિપિન્સ, Lao PDR

→ સંગઠનનું નીતિવિષયક સંચાલન કરવા માટે પાંચ સભ્ય દેશોના વિદેશ પ્રધાનોની બનેલી સંચાલન સમિતિ હોય છે, તે ‘મિનિસ્ટેરિયલ કૉન્ફરન્સ’ કહેવાય છે.

→ વડુ મથક : જાકાર્તા (ઇન્ડોનેશિયા)

→ હેતુઓ : આર્થિક વૃદ્ધિને વધારવી, સાંસ્કૃતિક વિકાસ, શાંતિ અને પ્રાદેશિક સ્થાયિત્વ

→ વ્યાપાર : કૃષિ ઉત્પાદન, રબર, તાડનું તેલ, ચોખા, નાળિયેર, કૉફી, ખનીજ કોલસો, તાંબુ, નિકલ અને ટંગસ્ટન, ખનીજ તેલ અને કુદરતી વાયુ વગેરે


→ 1976માં બાલી ખાતે સંગઠનના પાંચ સભ્ય દેશોના વડાઓની પરિષદ યોજાઈ હતી, એમાં ‘ટ્રીટી ઑવ્ ઍૅમિટી ઍન્ડ કો-ઑપરેશન’ તથા ‘ડિક્લેરેશન ઑવ્ કૉન્કોર્ડ’ એ બે દસ્તાવેજો પર સહીસિક્કા થવા ઉપરાંત કેટલાક ઔદ્યોગિક પ્રકલ્પો હાથ ધરવા અંગે સમજૂતી સધાઈ હતી.

→ 1992માં સિંગાપુર ખાતે મળેલી ચોથી શિખર પરિષદમાં એશિયન ફ્રી ટ્રેડ એરિયા (AFTA) સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પંદર વર્ષમાં સહિયારું બજાર ઊભું કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું હતું. આ દિશામાં પહેલા પગલા તરીકે ‘કૉમન ઇફેક્ટિવ પ્રેફરન્શિયલ ટૅરિફ’ (CEPT) કાર્યક્રમ હેઠળ સભ્ય દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યો છે.

→ ડિસેમ્બર, 1995માં સભ્ય દેશોએ ‘સાઉથ ઈસ્ટ એશિયન ન્યૂક્લિયર ફ્રી ઝોન’ સ્થાપવાનો કરાર કર્યો હતો.



Post a Comment

0 Comments