સમગ્ર વિશ્વમાં દર વર્ષે 6 મે, ના રોજ ‘આંતરરાષ્ટ્રીય નો ડાયેટ દિવસ' (International No Diet Day) તરીકે ઉજવણી કરવામાં આવે છે.
પોતાની જાતને પ્રેમ અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 6 મેના રોજ ‘ઇન્ટરનેશનલ નો ડાયેટ ડે’ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો સ્થૂળતા, નબળાઈ, વધતું વજન, પેટની ચરબી જેવી સમસ્યાઓ ભૂલીને પોતાના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે.
તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય નો ડાયેટ દિવસ ઉજવવામાં આવે છે.
આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વજન ઘટાડવા અને ડાયેટિંગના જોખમથી વાકેફ થવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.
આ દિવસને 'ચિટ ડે'ના રૂપથી પણ મનાવવામાં આવે છે.
‘આંતરરાષ્ટ્રીય નો ડાયેટ દિવસ'ની ઉજવણી સૌપ્રથમ વર્ષ 1992માં બ્રિટનમાં કરવામાં આવી હતી.
આ દિવસની ઉજવણી શરૂઆત બ્રીટીશ મહિલા મેરી ઇવાન્સ દ્વારા કરવામાં આવી હતી.
આ દિવસની ઉજવણીનું પ્રતિક વાદળી રિબન છે.
બ્રિટિશ મહિલા મેરી ઇવાન્સ દ્વારા વર્ષ 1992માં યુકેમાં ‘ઇન્ટરનેશનલ નો ડાયટ ડે’ની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ દિવસ ઉજવવાનું કારણ એ હતું કે લોકો જેવા દેખાય છે તેવા જ પોતાનો સ્વીકાર કરે અને પોતાની બોડી શેપને લઈને શરમ ના અનુભવે. સાથે જ ડાયટિંગથી જે નુકસાન થાય છે તેના વિશે પણ જાણકાર થઈ શકે.
જ્યારે ભારત સહિત વિશ્વના ઘણા મોટા દેશો (યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇઝરાયેલ, ડેનમાર્ક, સ્વીડન અને બ્રાઝિલ)એ આ દિવસની ઉજવણી કરતા નથી
0 Comments