પ્રારંભિક ઐતિહાસિક કાળ (અનુશ્રુતિ)
પ્રારંભિક ઐતિહાસિક કાળ (અનુશ્રુતિ)
- પૌરાણિક અનુશ્રુતિ મુજબ આનર્ત કોણ હતો?
- → મનુના પૌત્ર અને શર્યાતિનો પુત્ર
- 'આનર્ત' જેના નામ પરથી ગુજરાતને 'આનર્ત પ્રદેશ' કહેવાતો હતો તે કોનો પુત્ર હતો?
- → શર્યાતિ
- 'આનર્ત પ્રદેશની રાજધાની કઈ હતી?
- → કુશસ્થલી (દ્વારકા)
- વેરાન કુશસ્થલીની જગ્યાએ દ્વારાવતી નગર કોણે વસાવ્યું?
- → શ્રી કૃષ્ણે
- કુશસ્થલી (દ્વારકા)માં આવેલ બે દ્વાર કયા ?
- → મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર
- સમુદ્રમગ્ન દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે ?
- → ડૉ. એસ. આર. રાવ
- યાદવોના અગ્રણી નેતા કોણ હતાં?
- → શ્રી કૃષ્ણ
- હાલ દ્વારકામાં આવેલ સાત માળનું જગત મંદિર કયારે બંધાયેલ છે?
- → 13 મી સદીમાં
- ગુજરાતના કયા મંદિરમાં ભગવાન કૃષ્ણની ચતુર્ભુજ મુર્તિ સ્થાપિત છે ?
- → દ્વારકા
- દ્વારકાધીશ મંદિર બીજા કયા નામે ઓળખાય છે ?
- → જગતમંદિર
- બેટ દ્વારકાનું પ્રાચીન નામ શું હતું ?
- → શંખોદ્વાર બેટ (દારૂકાવન)
- દ્વારકા મંદિરની વિશેષતા શું છે ?
- → 6 માળવાળું શિખર, 5 માળવાળા વિશાળ મંડપ, 60 સ્તંભો
- દ્વારકા કઈ નદીને કિનારે આવેલ છે ?
- → ગોમતી
- ગુજરાતમાં આવેલ સોમનાથ સિવાયનું બીજુ જ્યોતિર્લિંગ કયું?
- → દારૂકાવનમાં આવેલ નાગેશ્વર (આઠમું)
- ભગવાન શ્રીકૃષ્ણનું દેહાવસાન કયાં થયું?
- → ભાલકા (પ્રભાસ પાટણ)
- ભગવાન શ્રીકૃષ્ણનું દેહાવસાન કેવી રીતે થયું હતું ?
- → જરા નામના પારઘીનું તીર વાગવાથી
- અર્જુનને ઈન્દ્રપ્રસ્થ વસાવવા કોણે મદદ કરી હતી?
- → શ્રી કૃષ્ણ
- યાદવોનો અંત કયાં અને કઈ રીતે થયો?
- → પ્રભાસ પાટણમાં, એકબીજા સાથે અંદરો અંદર લડાઈને
- પૌરાણિક અનુશ્રુતિ મુજબ કલિયુગનો પ્રારંભ અથવા શ્રી કૃષ્ણનો . સમય કયો ગણાય છે?
- → ઈ.પૂ 3228
- પરશુરામે સમુદ્રકિનારે કયું નગર વસાવ્યું હતું?
- → સુર્પારક (સોપારા)
- શ્રીકૃષ્ણના પુત્ર કોણ હતા ?
- → પ્રધુમ્ન
- પ્રધુમ્નનો પુત્ર કોણ હતો?
- → અનિરુદ્ધ
- ગુજરાતી સાહિત્યમાં ઓખા(ઉષા) હરણનો પ્રસંગ કોની સાથે સંકળાયેલો છે?
- → શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને બાણની પુત્રી ઉષા
- આધુનિક ઐતિહાસિક સંશોધન મુજબ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું પરિનિર્વાણ ક્યારે થયું હતું?
- → અનુક્રમે- ઈ.સ.પૂર્વે 483, ઈ.પૂ. 468
- અનુશ્રુતિઓ મુજબ ભાર્ગવોની ભૂમિ કઈ ગણાય છે?
- → નર્મદા કાંઠે ભૃગુકચ્છ (ભરૂચ)
- જૈન અનુશ્રુતિઓ મુજબ નેમિનાથ કેટલામાં તીર્થંકર ગણાય છે?
- → 22 મા
- સિંહલ સંસ્કૃતિ જે શ્રીલંકામાં આવેલી છે તેનો વિકાસ કોણે કર્યો હતો?
- → સિંહબાહુના પુત્ર વિજયે
- 'લંકાની લાડી ને ઘોઘાનો વર' કહેવત કોની સાથે સંકળાયેલી છે?
- → સિંહપુર(સિહોર)-ઘોઘા નજીકના રાજા સિંહબાહુના પુત્ર વિજય
- યાદવોએ કુશસ્થલી નવનિર્માણ કર્યુ, તે કયા નામે ઓળખવામાં આવી?
- → દ્વારાવતી
- ગિરનાર પર્વતને બીજા કયા નામે ઓળખવામાં આવતો હતો ?
- → ઊજર્જયંત
- કૃષ્ણ અવતાર કયા યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે ?
- → દ્વાપર યુગ
- 'કલ્કાચાર્ય કથા' ગ્રંથ કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?
- → જૈન
- બાવીસમાં જૈન તીર્થંકર નેમિનાથની તપોભૂમિ કઈ ?
- → ગિરનાર
- કચ્છ, વલભી આનર્ત અને મહી નદીનું વર્ણન પાણિનીના કયા ગ્રંથમાં છે?
- → અષ્ટાધ્યાયી
0 Comments