Ad Code

રધુવીર ચૌધરી |Raghuveer Chaudhari

ડિ રઘુવીર ચૌધરી
રઘુવીર ચૌધરી

→ જન્મ : 5 ડિસેમ્બર, 1938 (બાપુપુરા, ગાંધીનગર)

→ પૂરું નામ : રઘુવીર દલસિંહ ચૌઘરી

→ ઉપનામ : બહુશ્રુત સાહિત્યકાર, જીવનલક્ષી સાહિત્યકાર, લોકાયતસૂરી

→ ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને વિવેચક


→ તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસમાં કર્યા બાદ હિન્દી વિષય સાથે બી.એ કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી તથા તેમણે હિન્દી-ગુજરાતી ધાતુકોષ વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવી હતી.

→ તેમની પ્રથમ નવલકથા પૂર્વરાગ વર્ષ 1964માં પ્રકાશિત થઈ હતી.

→ તેમણે રંગદ્વાર પ્રકાશન શરૂ કર્યુ હતું, જે અંતર્ગત અનેક દૈનિકો અને સામયિકો પ્રકાશિત કરતાં હતા.

→ તેઓ દિવ્યાભાસ્કર વર્તમાનપત્રની રસરંગ પૂર્તિમાં સાહિત્ય વિશેષ નામથી કટાર લખે છે.

→ તેમણે બી. ડી. આર્ટ્સ કોલેજ, ગુજરાત વિધાપીઠ અને એચ. કે. આર્ટ્સ કોલેજમાં લાંબા સમય સુધી અધ્યાપક તરીકે સેવા આપી હતી તથા ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિન્દીના અધ્યાપક રહ્યા હતા.


પુરસ્કાર

→ તેમની કૃતિ ઉપરવાસ કથાત્રયી માટે તેમને વર્ષ 1977માં દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

→ આ ઉપરાંત તેમને કુમાર સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, અને ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક જેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

→ તેમને વર્ષ 2015માં ગુજરાતી સાહિત્યને આપેલ કૃતિ અમૃતા માટે ભારતીય સાહિત્યના સર્વોચ્ચ એવોર્ડ જ્ઞાનપીઠ પુરસ્કાર (51મો) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આ એવોર્ડ મેળવનાર ચોથા ગુજરાતી છે.

→ તેમણે ઉત્તરપ્રદેશ રાજ્યનો હિન્દી પ્રતિસ્થાનનો સૌહાર્દ પૂરસ્કાર પ્રાપ્ત થયો છે.

→ કુમાર ચંદ્રક : 1965

→ રણજિતરામ સુવર્ણચંદ્રક : 1975

→ ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ :2002

→ દર્શક એવોર્ડ :1995


સાહિત્ય સર્જન

→ નવલિકા : તેડાઘર, ગેરસમજ, સાંજનો છાયો, પ્રાણપ્રતિષ્ઠા, અતિથિગૃહ

→ નવલકથા : પૂર્વરાગ-પરસ્પર-પ્રેમઅંશ (પ્રથમ નવલકથા), ઉપરવાસ- સહવાસ- અંતરવાસ, ગોકુળ-મથુરા-દ્વારકા, અમૃતા, વેણુવત્સલા, કંડકટર, વચલું ફળિયું, રૂદ્રમહાલય, બાકી જિંદગી, સોમતીર્થ, લોકલીલા

→ કાવ્યસંગ્રહ : ફૂટપાથ અને શેઢો, વહેતા વૃક્ષ પવનમાં, તમસા

→ નાટક : ડીમલાઈટ, અશોકવન, સિકંદર સાની, ઝુલતા મિનારા, ત્રીજો પુરુષ

→ રેખાચિત્રો : સહારાની ભવ્યતા, તિલક કરે રઘુવીર

→ વિવેચનગ્રંથઃ અધ્યતન કવિતા, વાર્તા વિશેષ, દર્શકના દેશમાં, જયંતી દલાલ, ગુજરાતી નવલકથા

→ લઘુનવલકથા : શ્રાવણ રાતે, આવરણ

→ પ્રવાસ વર્ણન : બારીમાંથી બ્રિટન, સાગરકાંઠાનો પ્રવાસ

→ ધર્મચિંતનઃ વચનામૃત અને કથામૃત

→ વાર્તાસંગ્રહો : બહાર કોઈ છે, નંદીઘર, અતિથિગૃહ, આકસ્મિક સ્પર્શ, ગેરસમજ, પ્રાણ પ્રતિષ્ઠા

→ ટૂંકીવાર્તાઃ છટકી ગયેલો માણસ, પૂર્ણ સત્ય, તમ્મર, મુશ્કેલ, પોટલું

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments