Ad Code

અખો | Akho



અખો





→ મૂળનામ : અક્ષયદાસ સોની / અખા રહિયાદાસ સોની

→ જન્મ : ઈ.સ. 1591માં

→ જન્મ સ્થળ : જેતલપુર (અમદાવાદ)




→ બિરુદ / ઓળખ : જ્ઞાનનો વડલો, ઉત્તમ છપ્પાકાર, હસતી ફિલસૂફ – ક્રાંતદ્રાહા (ઉમાશંકર જોશી દ્વારા), બ્રાહ્મી સાહિત્યકાર (કાલેલકર દ્વારા), વેદાંતિ કવિ

→ અખાનું વખણાતું સાહિત્ય : છપ્પા (છ કડીનું પદ)








અખાની કૃતિઓ





→ અખેગીતા

→ અખાનાં પદો

→ અખાના સોરાઠા

→ અનુભવબિંદુ

→ કૃષ્ણ ઉદ્વવસંવાદ

→ કૈવલ્યગીતા






→ ગુરુશિષ્ય સંવાદ

→ ચિત્ત વિચાર સંવાદ

→ પંચીકરણ

→ બાર મહિના

→ બ્રહ્મલીલા (હિન્દી)

→ સંતપ્રિયા (હિન્દી)

→ સાખીઓ



અખાની જાણીતી પંક્તિઓ





→ અમારે હજારે વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા બાળક કયાંથી થયાં?

→ એક મૂરખને એવી ટેવ પત્થર એટલા પૂજે દેવ

→ ભાષાને શું વળગે ભૂર ? રણમાં જે જીતે તે શૂર ......

→ સો અંધમાં કાણો રાવ, આંધળાને કાણાં પર ભાવ

→ ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ વધ્યું શેર

→ ગુરુ થા તારો તુજ, નથી બીજો કોઈ ભજવા

→ અંધ સસરો ને શણગટ વહુ, કથા સૂણવા ચાલ્યું સૌ .



અખાની વિશેષતા





→ અખો “છપ્પા” માટે જાણીતો છે.

→ ઉમાશંકર જોશીએ અખાને “હસતી ફિલસૂફ”કહ્યા છે.

→ કાકા કાલેલકરે અખાને “બ્રાહ્મી સાહિત્યકાર અને વેદાંત” કહ્યા છે.

→ રોજી રોટી મેળવવા અખો અમદાવાદનાં ખાડિયા વિસ્તરમાં આવેલી દેસાઈની પોળમાં રહેતા હતા.

→ અખાએ કાશીના બ્રહ્માનંદજીને પોતાના ગુરુ બનાવ્યા હતા.



નોંધ : “અખો એક અધ્યયન” નામનું પુસ્તક ઉમાશંકર જોશીનું છે.








Post a Comment

0 Comments