10 પોઈન્ટમાં જાણો આધાર PVC કાર્ડનો ઓર્ડર કેવી રીતે કરશો?
- સૌથી પહેલાં https://uidai.gov.in કે https://resident.uidai.gov.in પર વિઝિટ કરો.
- Order Aadhaar Card સર્વિસ પર ક્લિક કરો.
- તમારો 10 અંકવાળો આધાર નંબર (UID)કે 16 અંકવાળો વર્ચ્યુઅલ આઈડેન્ટિફિકેશન નંબર (VID) કે 28 નંબરવાળો એનરોલમેન્ટ ID ભરો.
- સિક્યોરિટી કોડ નોંધો.
- OTP મેળવવા માટે રજિસ્ટર્ડ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરો. જો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો ઓપ્શનલ નંબર અવેલેબલ હોય તો તે ભરો.
- ‘Send OTP’ પર ક્લિક કરો.
- ‘Terms and Conditions’ મંજૂર થયા પછી ટિક કરો. (નોટ: હાઈપરલિંક પર ક્લિક કરો અને ડિટેલ્સ જુઓ)
- ‘OTP’ વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કર્યા પછી સબમિટ પર ક્લિક કરો.
- એ પછી ‘Make payment’ પર ક્લિક કરવાની સાથે જ તમે પેમેન્ટ ગેટવે પર પહોંચી જશો, ત્યાં તમને ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને UPIના ઓપ્શન મળશે.
- પેમેન્ટ સફળ થતા રિસિપ્ટ મળશે, તેની પર ડિજિટલ સિગ્નેચર હશે. SMS પર સર્વિસ રિક્વેસ્ટ નંબર મળશે. તમે આ નંબરની મદદથી કાર્ડ ડિલિવર થયા સુધીની પ્રોસેસ ટ્રેક કરી શકશો.
0 Comments
Any suggestions, Please comment Below 👇