GK-55
વાઈસ એડમિરલ કરમબીર સિંહ નવા ચીફ ઓફ નેવલ સ્ટાફ બનશે. સેવા નિવૃત્ત થઇ રહેલ સુનીલ લાંબાનું સ્થાન લેશે.
સમાજશાસ્ત્રી અને પોલિટીકલ સાઈકોએનલિસ્ટ આશિષ નંદી હંસ કિલિયન પુરસ્કાર-2019થી સન્માનિત.
બેંગલુરુ FCએ પ્રથમ ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ખિતાબ જીત્યો.
ફોર્મ્યુલા વન રેસર વાલ્વેરી બોટાસે ઓસ્ટ્રેલિયન ગ્રાં પ્રી જીતી.
ICICI લોમ્બાર્ડ જનરલ ઈસ્યોરન્સે મોબાઈલ વોલેટ યુઝર્સને સાઈબર ઈસ્યોરન્સ કવર આપવા માટે મોબિક્વિક સાથે ભાગીદારી કરી.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ ‘વિજિત’ ઇન્ડોનેશિયાના સબાંગની યાત્રા કરનાર પ્રથમ કોસ્ટગાર્ડ શિપ બન્યું.
હોકી ઇન્ડિયાએ ‘હોકી ઇન્ડિયા કોચિંગ એજ્યુકેશન પાથવે’ શરૂ કર્યો.
ઉદ્દેશ્ય - ઉમેદવારોને સર્ટિફિકેશન આપવાનો કે જેઓ કોચ છે/કોચિંગને કારકિર્દી બનાવવા માગે છે.
AIIMS, દિલ્હીએ ઓપિયોઇડ એડિટ્સને ટ્રીટમેન્ટ આપવા માટે મોબાઈલ મેથોડોન વાન શરૂ કરી.
અમેરિકા ઈઝરાયેલની ગોલન હાઈટસને માન્યતા આપશે. ઈ.સ. 1967માં ઈઝરાયેલે સીરિયા પાસેથી ગોલન હાઈટ્સનો કબજો લીધો હતો.
મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ 10મી ઍરગનમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો.
આ બન્ને ખેલાડીઓ શુટિંગની રમત સાથે જોડાયેલા છે.
આ વર્લ્ડ રેકૉર્ડ 12મી એશિયન ઍરગન ચેમ્પિયનશીપમાં બનાવ્યો છે.
આ બંને ખેલાડીએ પાંચ દિવસ પહેલાંનો રેકૉર્ડ તોડી નાંખ્યો છે.
આ બંને ખેલાડીઓએ રશિયાની વિતાલીના બતસરાશકિના-એટેમ ચેર–સોવાનો રેકૉર્ડ તોડ્યો છે.
રશિયાની જોડીએ પાંચ દિવસ પહેલાં યુરોપિયન ચૅમ્પિયનશિપમાં ક્વોલિફિકેશનમાં 782નો સ્કોર કર્યો હતો.
ભારતીય જોડીએ ક્વોલિફિકેશનમાં 784નો સ્કોર બનાવી રેકૉર્ડ તોડ્યો છે.
ક્રોએશિયાએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કર્યા.
ક્રોએશિયાની રાજધાની જગ્રેબ છે.
ક્રોએશિયાના રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદને 'ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ કિંગ ઓફ ટૉમીસ્વાવ' થી સન્માનિત કર્યા છે.
આ ક્રોએશિયાનું સર્વશ્રેષ્ઠ સન્માન છે.
RBIના પૂર્વ ગવર્નર વાય. વી. રેડ્ડી અને ડો. જી. આર. રેડ્ડી દ્વારા લેખિત પુસ્તક “ઇન્ડિયન ફિરકલ ફેડરલિઝ્મ'નું વિમોચન.
નોબલ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પ્રતિષ્ઠિત બોડલે મેડલથી સન્માનિત.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની વિશ્વ પ્રસિદ્ધ બોડલિયન લાયબ્રેરી દ્વારા અપાતું સર્વોચ્ચ સન્માન.
મનોહર અજગાંવકર ગોવાના નાયબ મુખ્યમંત્રી નિયુક્ત.
પિરામલ સ્વાધ્યના સહયોગથી CARE હોસ્પિટલ્સ કોમ્યુનીટી બેન્ડ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ UMMEEDની શરૂઆત કરવાની ઘોષણા
ફાઈટ્રેકસ વર્લ્ડ એરપોર્ટ એવોસ અનુસાર દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (ISI) એરપોર્ટ 59મા ક્રમ સાથે ભારતનું શ્રેષ્ઠ એરપોર્ટ.
સિંગાપુરના ચાંગી એરપોર્ટ સતત સાતમી વખત દુનિયાના બેસ્ટ એવિએશન હબનો તાજ જીત્યો.
કેનિચી આયુકાવા સતત ત્રીજા કાર્યકાળ માટે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિ.ના MD અને CEO નિયુક્ત.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો આગામી પહેલી એપ્રિલે એમીસેટ સહિત કુલ 29 ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકશે.
1 લી એપ્રિલે ઇસરો શ્રીહરીકોટા ખાતેના સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી પી.એસ.એલ.વી. – સી – 45 રોકેટની મદદથી 29 ઉપગ્રહોને સવારે સાડા નવ વાગે અવકાશમાં મોકલાશે.
ભારતે રડાર નેટવર્કની દેખરેખ રાખવા એમીસેટ તૈયાર કર્યો છે. 436 કિલો વજનના એમીસેટને અવકાશમાં 753 કિલોમીટર ઉંચાઇએ ગોઠવવામાં આવશે.
નોબેલ પુરસ્કાર મેળવનાર અમર્ત્ય સેનને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બૉલ્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
જેફ્રે હિન્ટન, યાન લાકન અને યોશુઆ બેંગિઓને ટ્યુરિંગ એવોર્ડ એનાયત કરાયો
હિમાચલ પ્રદેશનું તાશીગાંગ મતદાન મથક 15256 ફૂટની ઊંચાઈએ આવેલું છે, જે વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક બન્યું.
ટાટા મોટર્સ એક મિલિયન જેટલું વેચાણ કરનારી ભારતની પ્રથમ કાર નિર્માતા બની
ટાટા મોટર્સ લાઈટ વ્હીકલની સૌથી વધારે વેચાણ કરનારી વિશ્વની 16મી કંપની બની
ઓટોમોબાઈલ કન્સલ્ટન્સી ફર્મ JATO Dynamics અનુસાર ટાટા મોટર્સ દુનિયાભરમાં શીર્ષ 20 ઓટોમોબાઈલ કંપનીઓમાં ત્રીજી સૌથી તેજ ગતીથી આગળ વધનારી બ્રાંડ
એશિયામની બેસ્ટ બેંક એવોર્ડઝ 2019માં HDFC બેંકને બેસ્ટ ડીજીટલ બેંક જાહેર કરવામાં આવી છે.
બેંકની ડીજીટલ બેંકીંગમાં મોખરે રહેવાની મજલનો પ્રારંભ વર્ષ 2014 ગંગા કીનારેથી 'બેંક આપકી મુઠઠીમેં ' ઝુંબેશથી થયો હતો.
મનુ ભાકરે મહિલા 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો
સૌરભ ચૌધરીએ પુરુષ ટીમ 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો
અભિષેક વર્માએ 10 મીટર એર પિસ્તોલમાં સિલ્વર અને મહિલા 10 મીટર એર પિસ્તોલ ટીમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતે ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ , 3 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીતીને કુલ 9 મેડલ સાથે ટોચ પર છે.
ગુજરાત ગેસ લિમિટેડને "ISGF ઈનોવેશન 2019" એવોર્ડ મળ્યો
0 Comments