GK -7
- ગુજરાતના કયા શહેરને ઈ-ગર્વનન્સની સુવિધાનો સૌપ્રથમ લાભ મળ્યો છે?
અમદાવાદ
- ગુજરાતમાં બાંધકામ માટે જાણીતો કયો ઈમારતી પથ્થર-ખડક જે છેક જુરાસિક કાળનો ગણાય છે?
ધ્રાન્ગ્રધ્રા નો રેતી ખડક
- "માલવા પ્લેટો" ગુજરાતના ક્યા જીલ્લામાં આવે છે?
વડોદરા
- ગુજરાતમાં સરળતાથી જોવા મળતા ક્યા પક્ષીને માથે કલગી હોતી નથી?
દેવચકલી
- અમદાવાદ શહેરની રચના કયા શહેરની રચના આધારિત હોવાનું મનાય છે?
પાટણ
- ભારતના 12 પ્રકારના જૈવભૌગોલિક વિસ્તારો કેટલા રાજ્યમાં છે?
4
- તૈમુર લંગે દિલ્હી પર ચઢાઈ કરતા ગુજરાતના પ્રથમ મુસ્લિમ સુબા તાતરખાને ગુજરાતમાં કઈ સાલમાં આશ્રય લીધો?
ઈ.સ. 1938
- ગુજરાતી સાહિત્યનો પ્રથમ કાવ્યસંગ્રહ કયો છે?
કાવ્યદોહન
- મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક કોણ હતા?
ઇન્દુલાલ યાજ્ઞિક
- શામળાજી વિસ્તારમાં વસતા આદિવાસીઓ શ્રીકૃષ્ણ ને ક્યા હહુલામણા નામથી બોલાવે છે?
કાળીયા દેવ
- ગુજરાતની સૌથી જૂની પોલીટેકનીક કૉલેજ કઈ છે?
આર.સી.ટેકનિકલ
- મદવાદમાં આવેલાં અને સ્થાપત્યકળાની અજાયબી ગણાતા ઝુલતા મિનારા કોને બંધાવ્યો હતો?
સીદી બશીર
- ગુજરાતના કયા અર્થશાસ્ત્રી ભારત સરકારમાં નાણામંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે?
ડૉ.એચ.એમ.પટેલ
- હીટ ફિલ્મ "કાશીનો દિકરો" માં સંગીત આપનારા સુપ્રસિદ્ધ સંગીતકારનું નામ જણાવો.
ક્ષેમુ દિવેટિયા
- ગુજરાતી સાહિત્યના પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્યદોહનના રચાયિતા કોણ હતા?
કવિશ્વર દલપતરામ
- સંતરામપુરના રાજમાતા ગોવર્ધણ કુમારીને તેમની કઈ વિશિષ્ટ લોકનૃત્ય કલામાં આગવું પ્રદાન કરવા બદલ પદ્મશ્રી નવાજવામાં આવ્યાં હતા?
ઘુમર
- ગુજરાત સરકારની કઈ યોજનાને "એશિયન ઇનોવેશન એવોર્ડ"પ્રાપ્ત થયો છે?
ચિરંજીવી યોજના
- ગાંધીજીએ કાયદાનું ઉચ્ચ શિક્ષણ લેવા કઈ સાલમાં પોરબંદર છોડ્યું?
ઈ.સ. 1888
- જ્ઞાનાચાર્ય અને મૃદ્ન્ગચાર્ય જેવી ઉપાધી ધરાવતા પંડિત આદિત્યરામ વ્યાસે કયા સંગીત ગ્રંથની રચના કરી હતી?
સંગીતાદીત્ય
- 2008ની સાલમાં કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને કયો એવોર્ડ એનાયત કર્યો હતો?
ટુરીઝમ એવોર્ડ
- સૌરાષ્ટ્રની સૌથી જૂની મિલ કઈ છે?
ન્યૂ જહાંગીર વકીલ મિલ
- સૌરાષ્ટ્રની સૌથી જૂની મિલ ન્યૂ જહાંગીર વકીલ મિલ ક્યા આવેલી હતી?
ભાવનગર
- ભારતના સૌપ્રથમ મુક્ત બંદરનું નામ જણાવો.
કંડલા
- ભારતના વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળી ચુક્યા હોય અને ભારત રત્નનો ખિતાબ મળ્યો હોય તેવા ગુજરાતી નેતાનું નામ જણાવો/.
મોરારજી દેસાઈ
- કિટક "ફાયર ફ્લાય" ને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે?
આગિયા
- મુઘલ બાદશાહ જહાંગીરે પોતાનીઓ આત્મકથામાં ગુજરાતના ક્યા વનવિસ્તારોમાં ખુબ મોટી સંખ્યમાં હાથી હોવાનું નોધ્યું છે?
રાજપીપળા અને પાવાગઢના જંગલો
- ગુજરાતમાં આસ્તિત્વ ધરાવતા ક્યા સાપના માથા પર તીરના નિશાન જેવી છાપ જોવા મળે છે?
ફુરસો
- ગુજરાતમાં ક્યા સાપને પગ હોવાના અવશેષો મળી આવ્યાં છે?
અજગર
- દુનિયાનું સૌથી મોટું ક્ષારીય રણ ક્યાં આવેલું છે?
કચ્છ
- ગીર લાયન પ્રોજેક્ટ ક્યા વર્ષમાં હાથ ધરાયો હતો?
1972
_______________________***********_______________________
0 Comments