Ad Code

પટ્ટચિત્ર | Patachitra


ભારતનો સાંસ્કૃતિક વારસો : પટ્ટચિત્ર

→ કાપડ તથા કાગળ જેવી સામગ્રી પર ચિત્રો આલેખવાની 2,500 વર્ષ જૂની પરંપરા.

→ કાપડ અને કાગળ પર આલેખિત ‘ચિત્રપટ્ટ’ કે ‘ઓળિયા’ને લોકસમૂહ સામે દર્શાવી-વર્ણવીને તેમાંથી આજીવિકા મેળવનારા પટ્ટપ્રદર્શકો ઘણા પ્રાચીન કાળથી જાણીતા છે.

→ સાંપ્રત કાળમાં પણ સમગ્ર ભારતમાં એવા પટ્ટદર્શકોની પરંપરા જીવિત રહી છે.

→ પ્રાચીન તેમજ મધ્યકાળે હાથે વણેલી ખાદીના વસ્ત્રનું તેના ઉપર ચોખાના ઓસામણની કે ઘઉં-જવના લોટની ખેળ ચડાવી, ખડીનું અસ્તર લગાવી તથા ઘૂંટો મારીને પટ તૈયાર થતું. તેના ઉપર માટીના તેમજ વનસ્પતિના રંગોમાં ગુંદર ઉમેરીને ચિત્રો કરાતાં હતાં. તે પટ્ટચિત્રો તરીકે ઓળખાય છે.

→બાણભટ્ટની કથા ‘કાદંબરી’ તેમજ વિશાખદત્તના નાટક ‘મુદ્રારાક્ષસ’માં યમપટ્ટિકનો ઉલ્લેખ છે. ભાસના ‘દૂતવાક્યમ્’ નાટકમાં પણ એક પટ્ટચિત્રનું વર્ણન છે.

→ કાપડ તેમજ કાગળ ઉપર ચિત્રિત આવાં પટ્ટચિત્રોને મહારાષ્ટ્રમાં ‘ચિત્રકથી’, તૈલંગણમાં ‘પટ્ટચિત્ર’, બિહારમાં ‘જાદુપટ’, ગુજરાતમાં ગરોડાનાં ‘ટીપણાં’ અને ઓરિસામાં ‘પટ્ટચિત્ર’ કહેવાય છે.

→ કપડા ઉપર ચિત્રિત પટ્ટનો વીંટો વાળી શકાય છે. તેને ઓળિયું કહેવાય છે. એવી જ રીતે કાગળના પટ્ટને પણ ગોળ વાળીને વીંટો કરાય છે. તેને ટીપણું કહેવાય છે.

→ કાગળનાં ટીપણાંમાં રામકથા, કૃષ્ણલીલા, ઉપરાંત ભીમ અરધો લોખંડનો અરધો હાડમાંસનો, ચેલૈયો, હરિશ્ર્ચંદ્ર-તારામતી, ધના ભગતનું સાંતીડું, રામદેવ પીર વગેરે ચિત્રો હોય છે.

→ તે પશ્ચિમ બંગાળ અને ઓડિશા બંન્ને રાજ્યોમાં જોવા મળતું હોવાથી તેથી તેમાં બે પરંપરા શ્યામાન થાય છે.

→ બંગાળની પરંપરા: તે કાલિઘાટ (કોલકાતામાં) ની આસપાસ કેન્દ્રિત છે. વધુ પ્રમાણમાં ભક્તિમય નથી

→ ઓડિશાની પરંપરા: તે પુરીની આસપાસ કેન્દ્રિત છે. જે હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત છે અને ખાસ કરીને જગન્નાથ અને વૈષ્ણવ સંપ્રદાયથી પ્રેરિત છે.



Post a Comment

0 Comments