Ad Code

Junagadh Caves | જુનાગઢ ગુફાઓ


જુનાગઢ ગુફાઓ

→ જૂનાગઢમાં ત્રણ ગુફાસમૂહ આવેલા છે.

  1. બાવાપ્યારાનો ગુફાસમૂહ
  2. ઉપરકોટની ગુફાઓ
  3. ખાપરા-કોડિયાની ગુફાઓ


બાવાપ્યારાનો ગુફાસમૂહ

→ આ ગુફા બાવાપ્યારાના મઠ નજીક છે.

→ આ ગુફાઑ ત્રણ હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે.

→ તે ઈસવીસનના આરંભની બે-એક સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે.

→ પહેલી હારમાં ચાર, બીજી હારમાં સાત અને ત્ર્જિ હારમાં પાંચ ગુફાઓ એમ કુલ 16 ગુફાઓ આવેલી છે.




ઉપરકોટની ગુફાઓ

→ ઉપરકોટના કિલ્લાના પ્રાકાર(કોટ)ની લંબાઈ 3,080 મીટર અને પહોળાઈ 9 મીટર છે. જ્યારે વધુમાં વધુ ઊંચાઈ 41 મીટર છે.

→ આ ગુફાઓ બે મજલામાં આવેલી છે.

→ નીચેથી ઉપર જવા સોપાન શ્રેણી છે.

→ ઉપરકોટની ગુફાઓ ઈ.સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવી જોઈએ.

→ આ ગુફાઓ સાતવાહન સ્થાપત્ય સાથે ગ્રેકો-સ્કિથિયન શૈલી ધરાવે છે.

→ ‘વિવિધ તીર્થકલ્પ’ આ સ્થળનો ‘ઉગ્ગસેણ ગઢ’ અને ‘પ્રબંધકોશ’માં ‘ખંગારદુર્ગ’ તરીકે ઉલ્લેખ થયો છે.

→ એક માન્યતા પ્રમાણે આ કિલ્લો ઉગ્રસેન યાદવે બંધાવ્યો હતો.

→ 1232ની આસપાસ શ્રી વિજયસેનસૂરિકૃત ‘રેવંતગિરિરાસ’માં તેજપાળે વસાવેલા તેજલપુરની પૂર્વમાં ઉગ્રસેન ગઢ હોવાનો ઉલ્લેખ છે.




ખાપરા-કોડિયાની ગુફાઓ

→ ખાપરા કોડિયા ગુફાઓ જૂનાગઢ બૌદ્ધ ગુફા સમૂહની સૌથી પ્રાચીન ગુફાઓ છે.

→ વર્ષ 1822માં અહીં આવેલાં કર્નલ ટોડે આ ગુફાઓને વિખ્યાત બનાવી હતી. મુઘલોએ તેમના સાશન કાળ દરમિયાન આ ગુફાઓના વિકાસનું કામ પણ હાથ ધર્યું હતું.

→ આ ગુફાઓ કુંડ ઉપર આવેલી છે.

→ આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય.

→ ગુફાઓને નુકશાન થયેલું છે.

→ કુલ 20 સ્તંભ આવેલા છે.

→ આ ગુફા ઈ.સ. ત્રીજી સદીમાં કંડારાઈ હોવાની શક્યતા છે.

→ આ ગુફાઓને ખેંગાર મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.



Post a Comment

0 Comments