Ad Code

World Environment Day | વિશ્વ પર્યાવરણ દિવસ

સમગ્ર વિશ્વમાં દર વર્ષે પર્યાવરણના સંરક્ષણ અને સુરક્ષા માટે 5 જૂન ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) ઉજવવામાં આવે છે.

સૌપ્રથમ ઉજવણી : 5 જૂન, 1974

વિશ્વ પર્યાવરણ દિવસ ની પ્રથમ ઉજવણી વખતે થીમ : "Only One Earth"

મુખ્ય ઉદ્દેશ્ય : પૃથ્વીના સંરક્ષણને કેન્દ્રમાં રાખી પર્યાવરણની જાળવણી માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1972માં સ્ટોકહોમ (સ્વીડન) કોન્ફરન્સમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

પર્યાવરણીય મુદ્દાઓ પર કામ કરવા માટેની સંસ્થા : સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP : United Nations Environment Programme)

UNEP ની સ્થાપના : 5 જૂન, 1972

UNEP નું વડુમથક : નૈરોબી (કેન્યા)

15 ડિસેમ્બર, 1973 ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાની સભાએ ઠરાવ પસાર કરીને 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની જાહેરાત કરી.

આ દિવસની ઉજવણી માટે જુદા જુદા દેશોના યજમાન પદ હેઠળ યોજવાનું વર્ષ 1987 થી નક્કી કરવામાં આવ્યું હતું.

પ્રકૃતિના મહત્વને સ્વીકારતા વન્ય પશુપક્ષીઓના શિકાર પર અંકુશ અને રક્ષણ માટેના નિયમો સમ્રાટ અશોકના શિલાલેખમાં જોવા મળે છે.

પર્યાવરણના સંરક્ષણ માટે સૌપ્રથમ વખત રાષ્ટ્રીય વનનીતિ -1952 ઘડવામાં આવી હતી.

હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ -1971

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ - 1972

જલપ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ -1974

વન સંરક્ષણ અધિનિયમ -1980

પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ - 1986

વર્ષ -2010 માં National Green Tribunal ની સ્થાપના કરવામાં આવી છે.

પ્રાકૃતિક સંપદાના રક્ષણ અને સંવર્ધન માટે સુંદરલાલ બહુગુણા (વૃક્ષ મિત્ર), રાજેન્દ્ર સિંહ (વોટરમેન ઓફ ઈન્ડિયા), જાદવ મોલાઈ પાઈંગ (ફોરેસ્ટમેન ઓફ ઈન્ડિયા), દેવરાજ સિક્કા (મોંસૂન મેન ઓફ ઈન્ડિયા) વગેરે ભારતના ઈકો- વોરિયર્સ તરીકે જાણીતા છે.

Post a Comment

0 Comments