→ વયમર્યાદા અંતર્ગત 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિ કોઈપણ જાહેર જગ્યામાં મોટર વાહન ચલાવી શકશે નહીં, પરંતુ 16 વર્ષની ઉંમર થયા પછી વાલીની સંમિતિથી 50cc એંજિનની કેપેસિટી કરતાં વધુ ન હોય તેવી ગિયર વગરની મોટર સાઈકલ જાહેર જગ્યામાં ચલાવી શકશે.
કલમ : 5 ⟶ કલમ 3 અને કલમ 4 ભંગ માટે મોટરવાહનોના માલિકોની જવાબદારી
→ કલમ 3 અને કલમ 4ની જોગવાઈઓનું પાલન ન કરનાર વ્યક્તિ પાસેથી વાહન ચલાવી કે ચલાવવાની છૂટ આપી શકશે નહીં, તે માટે તેની જવાબદારી રહેશે.
કલમ : 6 ⟶ ડ્રાઈવિંગ લાઈસન્સો ધરાવવા પર પ્રતિબંધ
→ શીખનાર માટેનું લાઈસન્સ કે કલામ - 18ની જોગવાઈ અનુસાર અપાયેલ લાઈસન્સ સિવાય બીજું કોઈ પણ લાઈસન્સ ધરાવી શકાશે નહીં.
કલમ : 7 ⟶ અમુક વાહનો માટે લર્નર્સ ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા પર પ્રતિબંધ
→ અમુક વાહનો જેમ કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ શીખવા માટે ઓછામાં ઓછું 1 વર્ષથી લાઈસન્સ ધારણ કરેલ ન હોય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે લર્નર્સ લાઈસન્સ અપાશે નહીં.
→ કલમ -4 અનુસાર ગેરલાયક ન હોય અને મોટર વાહન ચલાવવાની તાલીમ મેળવવાનો ઈરાદો રકહતો હોય તે માટે તેના વિસ્તારમાં કે કલમ -12 માં ઉલ્લેખેલી સંસ્થા આવેલ હોય તે વિસ્તાર માટે શિખાઉ લાઈસન્સ આપવામાં આવશે.
કલમ : 9 ⟶ ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા બાબત
→ કોઈ પણ વ્યક્તિને મોટર વાહન ચલાવવામાં ગેરલાયક ન ઠરાવેલ હોય તેને લાઈસન્સ આપવામાં આવશે.
0 Comments