Ad Code

મોહમ્મદ વલીભાઈ માંકડ | Mohammad Mankad

મોહમ્મદ માંકડ
મોહમ્મદ માંકડ

→ જન્મ : 13 ફેબ્રુઆરી, 1928 (પાળિયાદ, જિ.બોટાદ)

→ અવસાન : 5 નવેમ્બર, 2022

→ પુરું નામ : મોહમ્મદ વલીભાઈ માંકડ

→ નવલકથાકાર, વાર્તાકાર, બાળસાહિત્યકાર, કટારલેખક અને અનુવાદ તરીકે જાણીતા મોહમ્મદ માકંડ


→ તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો અને બોટાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી.

→ ત્યારબાદ તેઓ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયા.

→ ૧૯૮૨ થી ૧૯૯૨ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન તરીકે સેવાઓ આપી.

→ તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય ૧૯૮૪ થી ૧૯૯૦ સુધી રહ્યા.

→ તેમણે લખવાની શરૂઆત સૌરાષ્ટ્રના ફૂલછાબ સાપ્તાહિકથી કરી હતી.

→ તેમણે કાયર અને ધુમ્મસ લઘુનવલો આપી છે. જે માનવીય સંબંધોની સંવેદનાઓનું નિરૂપણ કરે છે.

→ તેમની તમામ વાર્તાઓ મોહમ્મદ માકંડની વાર્તાઓ (ભાગ : 1,2)માં ગ્રંથસ્થ થઈ છે.

→ તેમની વર્ષ 1982માં ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ તરીકે વરણી થઈ હતી.

→ આ ઉપરાંત તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનાં સભ્ય પણ રહી ચૂક્યા છે.

→ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2018નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર મોહમ્મદ માકંડને આપવામાં આવ્યો.

→ તેમને ક.મા. મુનશી સુવર્ણચંદ્રક અને જી.એમ. ત્રિપાઠી ફેલોશિપ આપવામાં આવી હતી.

→ તેઓ સંદેશ અખબારમાં રવિવારની સંસ્કાર પૂર્તિમાં કેલિડોસ્કોપ શીર્ષકથી કોલમ લખતા હતા.


સાહિત્ય સર્જન

→ નવલકથા :કાયર, ધુમ્મસ, અજાણ્યા બે જણ, ગ્રહણરાત્રી, મોરપીંછના રંગ, વંચિતા, રાતવાસો, મંદારવૃક્ષની નીચે, ધુતારા, ધુમ્મસ, ઝંખના, અશ્વદોડ,બંધનગર (ભાગ:1,2)

→ વાર્તાસંગ્રહ : ઝાકળના મોતી, માટીની મૂર્તિઓ, સંગાથ, ક્યારે આવશો, મનના મરોડ,વાતવાતમાં, તપ

→ નિબંધ : આજની ક્ષણ, કેલિડોસ્કોપ (ભાગ 1 થી 4), સુખ એટલે, આપણે માણસો (ભાગ:1,2), ઉજાસ

→ બાળકથાઓ : ચંપૂકથાઓ


પુરસ્કારો

→ ૨૦૦૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો

→ ૧૯૬૭ અને ૧૯૯૨માં ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

→ ગુજરાત સરકાર તરફથી ૧૯૬૯, ૧૯૭૧ અને ૧૯૭૩માં પુરસ્કારો મળેલા.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments