→ અવસાન : બ્રેઈન સ્ટ્રોકને કારણે પાંચ દિવસ હોસ્પિટલમાં વેન્ટિલેશન પર રહ્યા બાદ ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૯૧ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
શિક્ષણ
→ પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં
→ માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં કર્યા પછી ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં તેમણે અભ્યાસ છોડ્યો હતો.
→ ૧૯૪૪માં મૅટ્રિક કર્યા બાદ તેમણે ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લીધું.
→ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. કર્યું અને ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય
→ ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ.ની પદવી મેળવી..
કારકિર્દી
→ ૧૯૫૦થી ૧૯૭૫ સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક રહ્યા બાદ તેઓ સેંટ ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા.
→ ૧૯૫૭-૫૮માં તેઓ સંદેશ દૈનિકના સાહિત્ય વિભાગના સંપાદક રહ્યા હતા.
→ ૧૯૭૭માં ગ્રંથ માસિકના સંપાદક રહ્યા.
→ ૧૯૭૮-૭૯માં તેઓ ત્રૈમાસિક સાહિત્યના તંત્રી રહ્યા હતા.
→ ૧૯૯૭-૯૮ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.
→ ૧૯૬૩થી ૧૯૬૭ દરમિયાન તેઓ ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી, દિલ્હીમાં સલાહકાર સમિતિના સભ્ય રહ્યા હતા.
0 Comments
Any suggestions, Please comment Below 👇