→ જન્મ: ૨૭ નવેમ્બર, ૧૮૭૦ ના રોજ બોટાદ (ગુજરાત)માં થયો હતો.
→ અવસાન : ૭, સપ્ટેમ્બર, ૧૯૨૪
→ બિરુદ/ઓળખ: 'સૌંદર્યદર્શી”, “ગૃહજીવનના કવિ”
અભ્યાસ
→ છ ધોરણ સુધીનો અભ્યાસ બોટાદમાં કર્યો.
વ્યવસાય
→ તેરમાં વર્ષે શિક્ષક બન્યા અને કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં. વેપાર અને વૈદું કર્યાં, પણ તેમાં ફાવેલાં નહીં.
→ ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું.
→ મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો.
→ ૧૯૦૭માં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો.
સર્જન
→ પ્રથમ પ્રકાશન ‘શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’ નામનું નાટક છે.
→ ‘ગોકુળગીતા’, ‘રાસવર્ણન’ અને ‘સુબોધ કાવ્યસંગ્રહ’ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે.
→ ‘રાસતરંગિણી’ (૧૯૨૩)
→ મરણોત્તર ‘શૈવલિની’ (૧૯૨૫)
કાવ્યગ્રંથો
→ કિલ્લોલિની (૧૯૧૨)
→ સ્ત્રોતસ્વિની (૧૯૧૮)
→ નિર્ઝણી (૧૯૨૧)
→ શૈવલિની
પંક્તિ
→ સૌથી વધુ લોકપ્રિય કાવ્ય - "જનની' જેની જાણીતી પંક્તિ છે
0 Comments