મંઝીલ રહી ન પાસ બધું મળેલું માની લઉં....
મંઝીલ રહી ન પાસ બધું મળેલું માની લઉં.
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં.
બધી માયા સંબંધોની, સમર્પી તમને આપી દઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,
સ્વપ્નો અહીં મુકીને, ગગનને પ્રેમથી ભેટી દઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,
કંઇ બાકી ને કંઇ પુરું, બધું અહીંથી સમેટી લઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,
– સૌપ્રિય સોલંકી ‘શૈલ’
0 Comments