ફર્નિચર ઉદ્યોગ | Furniture Industry


ફર્નિચર ઉદ્યોગ

→ ફર્નિચર બનાવવા માટે સાગ, મેહોગની, ઓક, બીચ, ટીક અને પાઈન જેવાં વૃક્ષોનાં લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

→ ગુજરાતમાં ફર્નિચર બનાવવા માટેના લઘુ ઉદ્યોગોનો વિકાસ અમદાવાદ, ઈડર, સંખેડા, જૂનાગઢ અને ભાવનગર ખાતે થયો છે.

વર્ષ 2007માં છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ફર્નિચરને GI tag આપવામાં આવ્યો હતો.

→ સંખેડામાં 'ખરાદી સમુદાય' કાષ્ઠ ઉદ્યોગ સાથે જોડાયેલો છે.


→ ભારતમાં ગુજરાત (અમદાવાદ, ઈડર, સંખેડા, જૂનાગઢ, ભાવનગર), મહારાષ્ટ્ર (મુંબઈ, સાવંતવાડી, નાગપુર), કર્ણાટક (બેલગામ, મૈસૂર), કેરળ (કોચીન, ત્રિચુર, તિરુવનન્તપુરમ્), આંધ્રપ્રદેશ (તિરુપતિ), ઓરિસા (પુરી, મયૂરભંજ), આસામ, ઉત્તરપ્રદેશ (અલીગઢ, લખનૌ, ગાઝીપુર, મથુરા), રાજસ્થાન (બીકાનેર), પંજાબ (જલંધર, હોશિયારપુર, અમૃતસર, લુધિયાના) અને જમ્મુ-કાશ્મીર(શ્રીનગર)માં લાકડાનું પરંપરાગત ફર્નિચર બનાવવાના લઘુઉદ્યોગો સારા પ્રમાણમાં વિકસ્યા છે.



Post a Comment

0 Comments