Ad Code

સ્વતંત્ર ભારતની પ્રથમ જનગણના

→ 9 ફેબ્રુઆરી, 1951 એટલે કે આજના દિવસે આઝાદી બાદ ભારતમાં પ્રથમ વસતી ગણતરી માટેની સૂચિ બનાવવાનું કાર્ય ચાલુ થયું હતું.

→ આ સમયે વસતી ગણતરી આયુક્ત આર.એ.ગોપાલાસ્વામી હતા.

→ વર્ષ 1872માં લોર્ડ મેયોના સમયગાળામાં ભારતમાં સૌપ્રથમવાર વસતી ગણતરીની શરૂઆત થઈ હતી.

→ ત્યારબાદ વર્ષ 1881માં લોર્ડ રિપનના સમયગાળા દરમિયાન ભારતમાં નિયમિત રૂપે વસતી ગણતરી શરૂ થઇ હતી. આ સમયે વસતી ગણતરી આયુક્ત વોલ્ટર પ્લોડન હતા.

→ વસતી ગણતરી આયુક્ત કેન્દ્રીય ગૃહમંત્રાલયની અંતર્ગત કાર્ય કરે છે. તથા તેના ઉચ્ચત્તમ અધિકારી “સેન્સસ કમિશન” અને “રજિસ્ટર જનરલ' હોય છે.

→ કેન્દ્ર સરકારને ભારતીય બંધારણના અનુચ્છેદ - 246 પ્રમાણે દેશની વસતી ગણતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જે બંધારણની સાતમી અનુસૂચિની ક્રમ સંખ્યા 69 પર સૂચવ્યું છે.

Post a Comment

0 Comments