→ CBSE દ્વારા હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે.
→ CBSE ભારતના શાળાકીય શિક્ષણનું મુખ્ય બોર્ડ છે.
→ ભારતમાં સૌપ્રથમ 1921માં 'ઉત્તરપ્રદેશ બોર્ડ ઓફ હાઈસ્કૂલ એન્ડ ઈન્ટરમીડિયા એજ્યુકેશન બોર્ડ'ની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં સ્થપાયેલું આ પ્રથમ શિક્ષણ બોર્ડ હતું. રાજપૂતાના, મધ્યભારત અને ગ્વાલિયર તેના અધિકાર ક્ષેત્રમાં આવતા હતા.
→ ત્યારબાદ ભારતના તમામ ક્ષેત્રો માટે ઈ.સ. 1929માં એક સંયુક્ત બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. તેને 'બોર્ડ ઓફ હાઈસ્કૂલ એન્ડ ઈન્ટરમીડિયેટ એજ્યુકેશન રાજપૂતાના' નામ આપવામાં આવ્યું હતું.
→ ત્યારબાદ ઈ.સ. 1952માં રાજપૂતાના બોર્ડના ક્ષેત્રોમાં વધારો કરીને તેને વર્તમાન નામ CBSE આપવામાં આવ્યું.
→ અને અંતે 3. નવેમ્બર, 1962ના રોજ CBSEનું પુનર્ગઠન કરવામાં હતું.
→ CBSE કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. .
0 Comments