→ કાશ્મીરી ભાષામાં ‘દાલ’ શબ્દનો અર્થ ‘સરોવર’ અને તિબેટી ભાષામાં ‘શાંત’ એવો થાય છે.
→ આ સરોવર ગગરી દાલ, લોકુટ દાલ અને બોડ દાલ નામે ઓળખાતા ત્રણ જુદા જુદા જળમાર્ગ વિભાગોમાં વહેંચાયેલું છે.
→ સરોવરના ઉત્તર ભાગમાં સોનાલંક અને પૂર્વ ભાગમાં રૂપાલંક નામના બે રમણીય બેટ આવેલા છે.
→ પર્યટન અને પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ દાલ તળાવ ભારતમાં સૌથી લોકપ્રિય તળાવો પૈકીનું એક છે.
→ સરોવરના વાયવ્ય કાંઠા પર હઝરતબાલ્દરગાહ આવેલી છે, તેમાં મહંમદ પયગંબર સાહેબનો પવિત્ર વાળ રાખવામાં આવેલો છે, જેના વર્ષમાં એક જ વાર દીદાર (દર્શન) કરી શકાય છે.
→ તે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં બીજા નંબરનું સૌથી મોટું તળાવ છે.
→ તેને કાશ્મીરના 'જવલે ઈન ધ ક્રાઉન' તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ તે પ્રવાસન, માછીમારી, વેપાર અને અન્ય પ્રવૃત્તિઓ માટે અગત્યનું છે.
→ આ તળાવ તેમાં આવેલી બોટ હાઉસ માટે પણ પ્રસિદ્ધ છે.
→ અકબરના સમયમાં તે જમાનાના શ્રેષ્ઠ ગણાતા સ્થપતિ અને રાણી નૂરજહાંના ભાઈ આસફખાન દ્વારા તૈયાર કરવામાં આવેલો નિશાત બાગ, જહાંગીરે તૈયાર કરાવેલો શાલીમાર બાગ અને શાહજહાંએ તૈયાર કરાવેલો ચશ્મેશાહી ઉદ્યાન સહેલાણીઓ માટે આકર્ષણનાં સ્થાનો બની રહેલાં છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇