Ad Code

Responsive Advertisement

પિટ્યૂટરી ગ્રંથિ (Pituitary Gland)


પિટ્યૂટરી ગ્રંથિ (Pituitary Gland)



→ તે નાની ગ્રંથિ છે. તેમાંથી સૌથી વધારે અંત: સ્ત્રાવ નીકળે છે.

→ તેમાંથી બીજી ગ્રંથિઓ માટેના સ્ત્રાવ થાય છે અને બધી જ ગ્રંથિઓનું નિયમન કરે છે. જેથી તેને મહાગ્રંથિ, મુખ્યગ્રંથિ, પ્રમુખ ગ્રંથિ કે માસ્ટર ગ્રંથિ પણ ઓળખવામાં આવે છે.

→ વજન : 0.6 gm

→ સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા સમયે આકારમાં થોડી મોટી થઈ જાય છે.

→ સ્થાન : મગજના તળિયામાં આવેલ છે.














કાર્ય


→ અગ્ર પિટ્યૂટરી ખંડ (Anterior Pituitary Chamber)

→ એડ્રીનો કોર્ટિકા ટ્રોપીક હોર્મોન (ACTH) :એડ્રીનલ ગ્રંથિને નિયંત્રિત કરે છે.

→ ગ્રોથ હોર્મોન (GH) : તે શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે. જો આ ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોન વધારે ઉત્પન્ન થતા હોય તેવા વ્યક્તિઓ ઊંચા હોય છે અને ઓછા પ્રમાણમાં ગ્રોથ હોર્મોન ઉત્પન્ન થાય તો તે મનુષ્ય નીચા હોય છે.

→ થાઈરૉઈડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (TSH) : થાઈરૉઈડ ગ્રંથિને નિયંત્રિત કરે છે.

→ પ્રોલેક્ટિન : માતૃત્વ બાદ દૂધ માટે જવાબદાર છે. તે પ્રેગનન્સી દરમિયાન બીજના વિકાસને બંધ કરે છે. તેને બર્થ હોર્મોન પણ કહે છે.

→ ફોલીકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (FSH) : અંડકોષ અને શુક્રકોષનો વિકાસ કરે છે.

→ લ્યુટેનાઈઝીંગ હોર્મોન (LH) : આ હોર્મોન સ્ત્રીમાં અંડકોષને બહાર લાવે અને પુરુષમાં શુક્રપિંડના કોષોનો વિકાસ કરે છે.




મધ્ય પિટ્યૂટરી ખંડ (Middle Pituitary Chamber)


→ મેલેનોસાઈટ સ્ટિમ્યુલેંટિગ હોર્મોન (MSH) ચામડી પરના રંગ, તલ વગેરેને પ્રેરિત કરે છે. મેલેનિન પ્રાણીઓમાં ચામડીમાં ફેલાઈને તેના રંગને નિયમિત કરે છે.




પશ્વ પિટ્યૂટરી ખંડ (Posterior Pituitary Chamber)


→ ઓક્સિટોસીન : માતૃત્વ બાદ દૂધ માટે જવાબદાર છે. સ્તન ગ્રંથિના વિકાસ માટે જવાબદાર છે. પ્રસૂતી સમયે ગર્ભાશય સંકોચન કરે છે. તેને પણ Birth Hormon કહે છે.

→ વેસોપ્રેસિન : તે બ્લડ પ્રેશર વધારે છે. મૂત્ર દ્વારા પાણીના વ્યયને અટકાવે છે. શરીરમાં પાણીના ઘટકોનું નિયંત્રણ કરે છે.














Post a Comment

0 Comments