સ્વાદુપિંડ (Panacreas)


સ્વાદુપિંડ (Panacreas)



→ તે શરીરની એક મિશ્ર ગ્રંથિ છે. તેમાંથી ઉત્સેચક અને અંત : સ્ત્રાવ બંને નીકળે છે. ઉત્સેચકનું વર્ણન પાચનતંત્રમાં છે.

→ સ્થાન : ડાબા ફેફસાંની નીચે જઠર પાસે આવેલ છે.




કાર્ય


→ ઈન્સ્યુલીન : તે β કોષમાંથી નીકળે છે. તે રકતમાં રહેલા વધારાના ગ્લુકોઝને ગ્લાયકોઝનમાં ફેરવે છે. પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોઝન સ્વરૂપે થાય છે.

→ ગ્લુકેગોન : તે α કોષોમાંથી નીકળે છે. તે ગ્લાયકોઝનને ગ્લુકોઝમાં ફેરવે છે.

→ સોમેટોસ્ટેટીન : તે δ કોષમાંથી નીકળે છે. તે સ્વાંગીકરણની ક્રિયામાં મદદ કરે છે.




→ α, β, δ કોષોની શોધ લેંગરહાન્સ નામના વ્યક્તિએ કરી હતી માટે આ કોષોને “લેંગરહાન્સના કોષો” કહે છે.

→ તે રુધિરમાં ગ્લુકોઝની માત્રાનું નિયમન કરે છે.

→ તે શરીરની બીજી સૌથી મોટી ગ્રંથિ છે. (યકૃત સૌથી મોટી ગ્રંથિ છે)

→ યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થાય તો લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. જેનું પરિણામ છે ડાયાબિટીસ (મધુપ્રમેહ)


























Post a Comment

0 Comments